Gujarat Panchayat Service Selection Board, Government Of Gujarat

Message of Chairman | About Us

Message of Chairman

Chairman

આપણી લોકશાહી પધ્ધતિમાં આપણે પંચાયતી રાજની વ્યવસ્થા સ્વીકારેલ છે. પંચાયતના કર્મચારી / અધિકારી પંચાયતી રાજ વ્યવસ્થાના અભિન્ન અને મહત્વના અંગ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ પંચાયતના વર્ગ-૩ના કર્મચારીઓની સીધી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરે છે. આ માટે ઘણા બધા લોકોનું તે આશાનું કેન્દ્ર છે. માટે, ભરતી પ્રક્રિયામાં વિશ્વસનીયતા, પ્રામાણિકતા, ગોપનીયતા અને પારદર્શિતા એ સ્વાભાવિક રીતે જ અપેક્ષિત છે. પંચાયતની નોકરી એ રોજગારી કે અર્થોપાર્જન માટેનું ફકત સાધન ન બની રહેતા સામાજિક ન્યાય અને સમાજ સેવા માટેનું માધ્યમ બનાવીએ.

મને જણાવતાં આનંદ થાય છે કે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ પણ આ જ દ્રષ્ટિથી અને સમજથી કાર્ય કરી રહેલ છે અને સુશાસનમાં પોતાનું મહત્વનું યોગદાન આપવાનો પ્રામાણિક પ્રયત્ન કરી રહેલ છે.

!!! જય જય ગરવી ગુજરાત !!!

અધ્યક્ષશ્રી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ

Back to top